અમરેલીના જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી રૂ .૧૦ હજારની લાંચ લેતા એ.સી.બી.ની ટીમના હાથે ઝડપાયો હતો .
જાફરાબાદ તાલુકામાં રેવન્યુ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો નીલેશ ભદુભાઈ ડાભીને એ.સી.બી.એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો .
એ.સી.બી.એ છટકું ગોઠવી ઝડપી પાડ્યો છે .
રેવન્યુ તલાટી મંત્રીએ ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી . જેમાં રેતીના ટ્રેક્ટર ચલાવવા મુદ્દે હેરાનગતિ નહી કરવા માટે આ લાંચ માંગી હતી .
ત્યારબાદ ફરિયાદી અરજદાર દ્વારા એ.સી.બી.નો સંપર્ક કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું .
જેમાં એ.સી.બી.ના હાથે હિંડોરણા રોડ ઉપર પાનની દુકાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો .
હાલમા નીલેશ ડાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .
અગાવ નિલેશ ડાભી રાજુલા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો.
ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાથી જાફરાબાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યો હતો
. આજે એ.સી.બી.ની ટ્રેપમાં ફસાઈ ગયો હતો .
રાજુલા - જાફરાબાદ વહીવટી તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો
. રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી