રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાની સાત બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે.
મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા મુકેશ પટેલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ દિસાંત (ભગત)પટેલને ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસે પી કે પટેલ ને ટિકિટ આપી છે.
બેચરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોર છે. AAP દ્વારા સાગર દેસાઈને મેદાને ઉતાર્યા છે. જયારે કોંગ્રેસે ભોપાજી ઠાકોરને ટિકિટ આપી છે.
વિસનગર બેઠકમાં ભાજપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ જયંતી પટેલને ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસે કિરીટ પટેલને ટિકિટ આપી છે.
વિજાપુર બેઠકમાં ભાજપે ફરી એકવાર રમણ પટેલને ટિકિટ આપીને રિપિટ કર્યા છે. AAP માંથી ચિરાગ પટેલને ટિકિટ અપાઈ છે. તેમજ કોંગ્રેસે ડૉ. સી. જે. ચાવડાને મેદાને ઉતર્યા છે.
ઊંઝા બેઠક પર ભાજપે RSSના કિરીટ પટેલને ટિકિટ આપી છે, AAPમાંથી ઉર્વીશ પટેલ છે. જયારે કોંગ્રેસે અરવિંદ પટેલને ટિકિટ આપી છે.
ખેરાલુ બેઠકમાં ભાજપે સરદાર ચૌધરીને ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા મુકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. AAP માંથી દિનેશ ઠાકોરને ટિકિટ અપાઈ છે તેમજ આ બેઠક પર લોકગાયક જીગ્નેશ કવિરાજ અપક્ષમાંથી ચૂંટણી લડશે.
કડી બેઠકમાં ભાજપે કરશન સોલકીને ફરી એકવાર ટિકિટ આપી છે, તેમજ કોંગ્રેસે પ્રવીણ પરમારને ટિકિટ આપી છે. તેમજ AAPએ હરગોવન ડાભીને મેદાને ઉતર્યા છે.
મહેસાણા જિલ્લાની સાત બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે
ભાજપ કોંગ્રેસે AAP
મહેસાણા
મુકેશ પટેલ પી કે પટેલ દિસાંત (ભગત)પટેલ
બેચરાજી
સુખાજી ઠાકોર ભોપાજી ઠાકોર સાગર દેસાઈ
વિસનગર
ઋષિકેશ પટેલ કિરીટ પટેલ જયંતી પટેલ
વિજાપુર
રમણ પટેલ ડૉ. સી. જે. ચાવડા ચિરાગ પટેલ
ઊંઝા
કિરીટ પટેલ અરવિંદ પટેલ ઉર્વીશ પટેલ
ખેરાલુ
સરદાર ચૌધરી મુકેશ દેસાઈ દિનેશ ઠાકોર
કડી
કરશન સોલકી પ્રવીણ પરમાર હરગોવન ડાભી