ગાંધીધામ મતવિસ્તારના ગામમાં અવસર રથના માધ્યમથી મતદારોને મતદાન કરવા અપીલ કરાઇ 

વિધાનસભા સામાન્ય ચુંટણી સંદર્ભે મતદારોમાં જાગૃતિ આવે તે માટે મિશન-૨૦૨૨ હેઠળ ઓછુ મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં અવસર રથ ફરી રહ્યો છે. જે હેઠળ કચ્છમાં રાપર વિધાનસભા મતવિસ્તાર બાદ આજરોજ ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના ગામમાં અવસર રથ ફર્યો હતો. વિવિધ મતદાન મથકમાં ફરેલા અવસર રથના માધ્યમથી લોકોને મતદાન કરવા જાગૃત કરાયા હતા.

 જેમાં ૪૪-છાડવાથા-૩, ૪૫-વોંઘ-૧, ૪૭-વોંઘ-૩, ૪૮-વોંઘ-૪, ૨૦-રામપર, ૨૧-લખપત-૧, ૧૦-વામકા-૧, ૫૨-ભચાઉ-૨, ૬૦-ભચાઉ-૧૦, ૨૩૧-ગાંધીધામ-૧૧૮, ૧૨૨-ગાંધીધામ-૪ તથા ૧૦૭-ગળપાદર-૭ મતદાન મથકમાં અવસર રથ ફરીને મતદારોમાં જાગૃતિ ફેલાવી હતી. અવસર રથના માધ્યમથી આ વિસ્તારના લોકોને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવીને ચુંટણીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા પ્રેરિત કરાયા હતા. આ પ્રસંગે અવસર રથ પર લોકોએ "હું વોટ કરીશ" નો સંકલ્પ લઇને ચોક્કસ મતદાન કરવાના શપથ લીધા હતા.