છોટાઉદેપુર 137 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પુત્રો સહિત ભાજપમાં જોડાયા હતા. . અને ભાજપ પક્ષ દ્વારા તેઓના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ઉમેદવાર જાહેર કર્યા છે. આજરોજ ભાજપ પાર્ટીના મત વિસ્તારના સમર્થકો, કાર્યકરો, જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો મોટી સંખ્યામાં છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ઉપર એકત્રિત થયા હતા. જેમાં સંસદસભ્ય ગીતાબેન રાઠવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અને મોટી રેલી કાઢી જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

           છોટા ઉદેપુર આદીવાસી પંથક ની મુખ્ય બેઠક એવી છોટા ઉદેપુર મત વિસ્તારની ચૂંટણી તા ૫ મી ડિસેમ્બરે યોજાનાર છે. પંથક ની ત્રણેય બેઠકો પર બંને રાષ્ટ્રિય પક્ષો એ પોતાનાં ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યાં છે છોટા ઉદેપુર ની બેઠક પર ભાજપ પક્ષ દ્વારા મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટીકીટ આપી ઉમેદવાર જાહેર કર્યા છે. આજરોજ તેઓ જેતપુર પાવી ખાતેથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા સાથે આદીવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ પીહા અને ટીમલી ના તાલે ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી છોટાઉદેપુર નગરની માધ્યમાં આવેલ રામજી મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. અને દર્શન કરી જીલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. જેમાં ખૂબજ મોટી જનમેદની સહીત જીલ્લા , તાલુકા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

            

અજય જાની/ છોટાઉદેપુર