ગુજરાતમાં વિધાનસભાચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે, સુરત ઈસ્ટથી આપના ઉમેદવાર કંચન જરીવાલાને કિડનેપ કરી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, કંચન જરીવાલા ગાયબ થવા પાછળ ભાજપનો હાથ હતો. બીજી તરફ હવે આજે, આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ખેંચ્યું છે.