સુરત શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સીટી’ પોલીસ કમિશનરનું સુત્રો સાર્થક થતું હોય તેવું હવે શહેરીજોનોને લાગી રહ્યું છે વારંવાર સુરત શહેરમાંથી અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ પકડાય છે ત્યારે રવિવારે મોડી સાંજે સુરતના કોસાડ આવાસમાંથી કુખ્યાત ડ્રગ્સ ડીલર મુબારક અબ્બાસ બાંદિયા અમરોલી પોલીસે 2. 17 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.
તેની પૂછપરછમાં દરમિયાન વલસાડમાં રહેતો અને હાલમાં સુરતમાં પોતાનું ઠેકાણું બનાવનાર ચંદન શર્મા નામના યુવકનો દિશાનિર્દેશના આધારે ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
પોલીસની પૂછપરછમાં શર્મા નાનપુરાની કોમ્પ્યુટર શોપમાં કલેક્શન બોય તરીકે કામ કરે છે અને પાર્ટ ટાઇમ મુખ્ય ડ્રગ્સ ડીલર સંપર્કમાં રહીને ડ્રગ્સ પહોંચાડવાનું કાર્યવાહી પણ કરતો હતો. અગાઉ શહેરમાં કેટલી વાર ડ્રગ મુંબઈથી લાવ્યો છે તેની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
હાલમાં પોલીસે તેની પાસેથી પોણા બે કિલોથી વધુ એમડી પાવડરનો ડ્રગ્સ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયો હોવાનો પહેલો કિસ્સો બહાર આવવા પામ્યો છે. તેના પરથી એક વાત સાબિત થઈ છે સુરત શહેરમાં ડ્રગ્સ વેચાણ થતું હોવાનું મોટો ખુલાસો થયો છે.