જૂનાગઢના કેશોદ તાલુકાના ઇસરા ગામે

તળાવમાં ડુબી જતા મરણ જનાર તેજલબેન ડો./ઓ. રમેશભાઇ બચુભાઇ ચુડાસમા ઉ.વ.૨૨ રહેવાસી પાડોદર વાળીની લાશ ડી-કમ્પોઝડ હાલતમાં મળી આવેલ હતી.

બનાવ બાબતની જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી મયકંસિંહ ચાવડાની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા ઉકત બનાવ અકસ્માત નહિ પણ કંઈ અજુગતો બનાવ હોવાનું લાગતા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા ત્વરિત ઉકત બનાવ બાબતે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવા તેમજ સાચી વાસ્તવીકતા બહાર લાવવા માટે સુચના કરવામાં આવી હતી. જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.સી.ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર જે.એચ.સિંધવ તથા પોલીસ ઇન્સપેકટર બી.બી.કોળી

તથા પોલીસ ઇન્સપેકટર જે.જે.ગઢવી અને પોલીસ સબ ઇન્સપેકટર ડી.એમ.જલુ તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ તથા કેશોદ પોલીસની અલગ-અલગ વિભાજીત ટીમો બનાવી ઘટનાસ્થળની મુલાકાત કરી પ્રાથમીક દ્રષ્ટિએ જોતા ઉપરોકત બનાવમાં કિશોરીનુ ખુન કરી કમરના ભાગે દોરીથી પત્થર વડે લાશને બાંધી તળાવમાં નાંખી દિધેલ હોવાનુ વિગતો બહાર આવી હતી. ધટનાની ખાનગી રાહે તપાસ કરતા ઉપરોકત પ્રેમ પ્રકરણ હોવાનુ જાણવા મળેલ. જે આધારે વધુ તપાસ કરતા આ કામેનાં મરણ જનાર કિશોરીને રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ગોપાલભાઇ સોલંકી રહે.પાડોદરવાળા સાથે પ્રેમ સબંધ હોય. તેણે જ મરણ જનાર કિશોરીનું મોત નિપજાવ્યું હિવાની હકિકત જાણવા મળતા આરોપીને શોધી કાઢવા માટેની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી જેમાં એક ટીમને ટેકનીકલ તથા હ્યુમુન ઇન્ટેલીજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર જે.એચ.સિંધવ તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.જે.ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ બડવા, સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી તથા દિવ્યેશભાઇ ડાભીને ખાનગીરાહે ચોક્ક્સ હકિકત મળેલ કે, આ કામે સંડોવાયેલ આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ગોપાલભાઇ

સોલંકી રહે.પાડોદર તાલુકો કેશોદ વાળો હાલ અગતરાય-મંગલપુર પાટીયે ઉભો હોય જે હકિકત આધારે તાત્કાલીક હકિકતવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા તેને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા સદરહુ બનાવ વિષે તે કાંઇ જાણતો ન હોવાનુ જણાવતા પોલીસે લાલ આંખ કરતાં તે ભાંગી પડેલ અને બનાવ અંગેની વિગતો જણાવેલ કે, મરણ જનાર કિશોરી સાથે પોતાને પ્રેમ સબંધ હોય અને કિશોરી પોતાને લગ્ન કરવા માટે દબાણ કરતી હોય પોતે પરીણીત હોય લગ્ન કરી શકે તેમ ન હોય. જેથી પોતે જ કિશોરીનુ ગળુ દબાવી મારી નાંખી બાદમાં ઇસરા ગામના

તળાવમાં પત્થર સાથે બાંધી નાંખી દિધેલાની હકિકત જણાવી હતી આરોપીને પોલીસે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસને તપાસ અર્થે સોંપવામાં આવ્યો હોવાની વિગત પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ