જિલ્લામાં ભરાયેલા કુલ ૧૧૯ ઉમેદવારી પત્રકોમાંથી ૨૮ ઉમેદવારી પત્રકો અમાન્ય ઠર્યા

મંગળવારે જિલ્લામાંથી ૦૨ ઉમેદવારી પત્રકો પરત ખેંચાયા

સંભવિત ઉમેદવારોની સંખ્યા ૬૧

અમરેલી, તા.૧૫ નવેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) રાજ્યમાં યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ના પ્રથમ ચરણ માટે ઉમેદવારી પત્રકોની ચકાસણી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તા.૧૫-૧૧-૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં ભરાયેલા કુલ ૧૧૯ ઉમેદવારી પત્રકોમાંથી ૯૧ ઉમેદવારી પત્રકો માન્ય ઠર્યા છે. જિલ્લામાં ભરાયેલા કુલ ઉમેદવારી પત્રકોમાંથી ૨૮ ઉમેદવારી પત્રકો અમાન્ય ઠર્યા છે. આ પૈકી ૯૪ ધારી - બગસરા વિધાનસભામાં ચકાસણી દરમિયાન ૧૧ ફોર્મ અમાન્ય, જ્યારે ૧૩ ફોર્મ માન્ય ઠર્યા છે. મંગળવારે ૦૨ ફોર્મ પરત ખેંચાયા છે જ્યારે આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા ૧૧ છે. ૯૫- અમરેલી-વડિયા-કુંકાવાવ મતવિસ્તારના ઉમેદવારી પત્રકોની ચકાસણી દરમિયાન ૦૬ ફોર્મ અમાન્ય, ૧૫ ફોર્મ માન્ય રહ્યા છે. આજની સ્થિતિએ વિધાનસભાના સંભવિત ઉમેદવારોની સંખ્યા ૦૭ છે. ૯૬- લાઠી-બાબરા વિધાનસભા મતક્ષેત્રમાં ૦૨ ફોર્મ અમાન્ય, ૧૫ ફોર્મ માન્ય ઠર્યા છે. આજની સ્થિતિએ વિધાનસભાના સંભવિત ઉમેદવારોની સંખ્યા ૦૯ છે. ૯૭-સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારમાં અમાન્ય ઠરેલા ફોર્મની સંખ્યા ૦૫ છે, જ્યારે માન્ય ફોર્મની સંખ્યા ૧૯ છે. આજની સ્થિતિએ વિધાનસભાના સંભવિત ઉમેદવારોની સંખ્યા ૧૪ છે. ૯૮-રાજુલા-જાફરાબાદ મતવિસ્તારમાં અમાન્ય ઠરેલા ફોર્મની સંખ્યા ૦૪ છે, જ્યારે માન્ય રહેલા ફોર્મની સંખ્યા ૨૯ છે. આજની સ્થિતિએ વિધાનસભાના સંભવિત ઉમેદવારોની સંખ્યા ૨૦ છે. આમ, જિલ્લામાં ઉમેદવારી પત્રકોની ચકાસણી દરમિયાન આજરોજ તા.૧૫ નવેમ્બર, ૨૦૨૨ની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા ૬૧ છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.૧૭ નવેમ્બર, ૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે ૩-૦૦ કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. 

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.