તળાજામાં ખનન માફીયાઓમાં ખળભળાટ મચાવી દે તેવી અલંગ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અનવરભાઇ હાસમભાઇ લાખા ઉવ.28 ધંધો નોકરી માઇન્સ સુપરવાઇઝર ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભાવનગર એ નોંધાવેલ ફરિયાદમાં સૌરાષ્ટ્ર ઝોન કચેરી રજકોટની ફ્લાઈંગ સ્કોડ સાથે ગત.તા 10 અને 11ના રોજ તળાજા ના મીઠી વીરડી અને ખદરપર ગામની સયુંકત સર્વે નં.330 જે ગૌચર ની જમીન છે.ત્યાં તપાસ કરતા સ્થળ પરથી કોઈ હાજર મળી આવેલ ન હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

        પરંતુ ખનન કરેલ મોટા ખાડાઓ જોવા મળેલ.આથી ગામના તલાટી જગદીશભાઈ ડાભીને સ્થળ પર બોલાવવામાં આવતા ફરિયાદ મુજબ તેઓએ જણાવેલ કે રાત્રિ દરમિયાન ખનન થતું હતું.છ વર્ષથી ખનન થતું હતું.જોકે કોણ ખનન કરતું હતું તે ખબર ન હોવાનું જણાવ્યું હતું.વધુમાં પંચ માટે અહી જોવા મળેલ લોકોને પંચ મા રહેવા માટે કોઈ તૈયાર ન હતું તેમ પણ નોંધવામાં આવેલ છે.આમ ખનન માફિયાઓની ધાક આ વિસ્તારમાં મોટી હશે તેમ ફરિયાદ ઉપરથી પોલીસ માની રહી છે.

       અલંગ પોલીસે અશોકભાઇ ભલાભાઇ ભાલીયા રહે,ખદરપર, મદારસિહ પ્રવિણસિહ ગોહીલ રહે,ખદરપર,અશોભાઇ ઘુસાભાઇ દિહોરા રહે,મીઠીવીરડી, નરશીભાઇ ધીરાભાઇ ડાભી રહે, મીઠીવીરડી, શંભુભાઇ ભીમાભાઇ સોલંકી રહે,મીઠીવીરડી, હીતુભા હરદેવસિહ ગોહીલ રહે,ખદરપર, રવિરાજસિહ મહાવિરસિહ ગોહીલ રહે,ખદરપર, હરપાલસિહ જસુભા ગોહીલ રહે,ખદરપર, જસુભા રાવતસિહ ગોહીલ રહે,ખદરપર, પ્રતાપસિહ તીર્થરાજસિહ ગોહીલ રહે,ખદરપર, ખીમાભાઇ ભલાભાઇ ગોહીલ રહે,ખદરપર, લકીરાજસિહ, મયુરસિહ રહે,ખદરપર, વિજયસિહ પરબતસિહ ગોહીલ રહે,ભેસવડી, જિતુભાઇ ભીમાભાઇ દિહોરા રહે,મીઠીવીરડી, રઘાભાઇ હીરાભાઇ દીહોરા રહે,મીઠીવીરડી,અર્જુનભાઇ ખીમજીભાઇ,જયદીપભાઇ દરબાર રહે. થળસર તા. ભાવનગર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.