વાંકાનેરના સિંધાવદર ગામ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી બાળકનું મોત
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે આવેલ ગાત્રાળ નગરમાં રહેતા પરિવારનો સગીર વયનો દીકરો પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો ૧૫ વર્ષનો દીકરો ઉદયભાઇ સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી