ભુજ આઇ.સી.ડી.એસ. ઘટક દ્વારા સગર્ભા અને ધાત્રી માતા ઓને સ્તનપાન અંગે સમજ અપાઈ
ભુજ: દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની તા.૧ થી ૭ ઓગષ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આઇ.સી.ડી.
એસ. વિભાગના ઘટક ભુજ-૧ દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
કચેરીના તમામ આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા સુપોષણ સંવાદ ઉજવણી અંતર્ગત સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાને સ્તનપાન અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં સી.ડી.પી.ઓશ્રી જાગૃતીબેન જોષી અને મુખ્ય સેવિકાએ મધર્સ મિટીંગ યોજી હતી. જેમાં ૬ માસ સુધી માત્ર સ્તનપાન અંગે સમજ આપવામાં આવી હતી. બાળકના સ્વાસ્થ્યને દૂધના પાઉડર કે અન્ય ખોરાકથી થતી ખરાબ અસર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સ્તનપાન માટે માતા અને બાળકને મદદ કરવા પરિવારના સભ્યોની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવેલી જેમાં આશાવર્કર અને એએનએમ બહેને માર્ગદર્શન આપ્યું હતું.