08- થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે થરાદની મામલતદાર કચેરી ખાતે નોંધણી કરાવી.
*આખું થરાદ ઉમટ્યું... થરાદ ના વિકાસ તરફ કમળ ખીલશે થરાદ જીતશે..*
શંકરભાઈના ઉમેદવારી પત્ર ભરવા સમયે વિશાળ સંખ્યામાં ઉમટી જનમેદની.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવાના વિશ્વાસ સાથે આજે થરાદ ગાયત્રી વિધાલય ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠાના માનનીય સાંસદ પરબતભાઇ પટેલ, 20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષ માવજીભાઈ પટેલ, વાવ રાણા ગજેન્દ્રસિંહજી, અર્જુનસિંહ વાઘેલા, બાબરાભાઈ ચૌધરી, મદનલાલ પટેલ સહિતના ભાજપ પાર્ટીના આગેવાનો અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું થરાદ તાલુકાનો વિકાસ કરીશ આવનાર સમયમાં થરાદ માં GIDC પણ લાવીશ જેથી આજુબાજુ ના લોકોને રોજગારી મળી રહેશે અને એક નવી દિશા તરફ લઈ જઈશ એકવાર મને સેવા કરવાનો મોકો આપોમાનનીય સાંસદ પરબતભાઇ પટેલ, 20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષ માવજીભાઈ પટેલ, વાવ રાણા ગજેન્દ્રસિંહજી, ઉપસ્થિતિમાં 08- થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે થરાદની મામલતદાર કચેરી ખાતે નોંધણી કરાવી હતી લોકો બહોળી સંખ્યામાં જોડાયા
અહેવાલ : કિરણ એપા