૧૨૩.સંતરામપુર વિધાનસભાની બેઠક માટે ભાજપ ના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરે આજરોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

સંતરામપુર પ્રતાપપુરા મહાકાલી માતાના મંદિર પાસે આજરોજ એક મીટીંગ યોજાયેલ ને ભાજપ ના જીલ્લા સંગઠનનાં હોદ્દેદારો તાલુકા મંડળ ના હોદ્દેદારો અને કાયઁકરો ની વિશાળ મેદનીને સંબોધન કરીને ભાજપ ની વિકાસનાં ગુણગાન ની ને વડાપ્રધાન નરેદ્ ભાઈ મોદી ની વિકાસ યાત્રા ને આગળ ધપાવવા સહકાર આપીને ભાજપ ને આ ચુંટણી માં વિજયી બનાવવા કુબેરભાઈ એ સૌને અનુરોધ કરેલ. 

ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરુપે નીકળી ને સંતરામપુર નગરનાં મુખ્ય માગઁ પર જીતેગા ભાઈ જીતેગા ભાજપ જીતેગા. કુબેરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે નીકળેલ જે આ રેલી મોટાબજાર થઈ કોલેજ રોડ થઈ ને પ્રાત્નકચેરીએ ગયેલ જયાં કુબેરભાઈ ડીંડોરે પોતાનું ઉમેદવારી ફોમઁ ચુંટણી અધિકારી ને નાયબકલેકટર સંતરામપુર ને આપેલ હતું. 

આ ચુંટણી માં ભાજપ ને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઊપરાંત અપક્ષો વચ્ચે જંગ હાલ જોવાં મળે છે.