ભારતીય જનતા યુવા મોરચા હાલોલ નગર દ્વારા આજરોજ હાલોલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ હાલોલ નગરના શક્તિકેન્દ્ર 7 (વોર્ડ-7)ના બુથ નં 80 અને 87ની એક સંલગ્ન બેઠક રાખવામાં આવી હતી
જેમાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહજી રાઠોડ, કોર્પોરેટર મનોહરસિંહજી રાઠોડ, નિશાબેન યુવા મોરચા પ્રમુખ હરીશભાઈ ભરવાડ શક્તિકેન્દ્ર સંયોજક રોહિતભાઈ ગઢવી, સંગઠનમાંથી અભયભાઈ વ્યાસ, વિપુલભાઈ શાહ યુવા મોરચા યુવા મોરચામાંથી કિંજલભાઈ,સંદીપભાઈ,મયંકભાઇ, મુકેશભાઈ, દર્શિતભાઈ,વંશભાઈ, બ્રિજેશભાઈ તથા બુથના યુવાનો સ્થાનિક બહેનો ભાઈઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી વિધાનસભાના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી એકબીજા પાસેથી સલાહ સૂચનોની આપ-લે કરી ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.