62 વઢવાણ વિધાનસભા સીટ ના ઉમેદવાર તરીકે સતવારા સમાજના આગેવાન અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા આ સીટ પર જીજ્ઞાબેન પંડયાનું નામ જાહેર કરાયું હતું. પરંતુ આજરોજ જીજ્ઞાબેન પંડ્યા આ સીટ પર નહિ ઉભા રહે અને તેઓએ સ્વેછીક જગદીશભાઈ માટે આ સીટ આપી હોવાનું સૂચવ્યું છે. જગદીશભાઈ આવતી કાલે સમસ્ત સતવારા સમાજના સહકાર સાથે ભવ્ય સભા તથા રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જશે.આવતીકાલે સવારના 10:00 વાગે દરેક ગામ શહેર માંથી તમામ પાર્ટીના આગેવાનો સાથે શહેરના મંગલ ભવન વઢવાણ મેઈન રોડ સુરેન્દ્રનગરથી પ્રસ્થાન કરશે.
62 વઢવાણ વિધાનસભા સીટ ના ઉમેદવાર તરીકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા ની પસંદગી થતા સમગ્ર ભાજપ ટીમ તથા સમસ્ત સતવારા સમાજ દ્વારા ભવ્ય સભા તથા રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જવાનું આયોજન
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_009e76cbd7bbd2f08e34bda25e7b4019.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)