* નસીબ ના જોરે ફાઇનલ માં પહોંચેલું પાકિસ્તાન નું વર્લ્ડકપ નું સ્વપ્ન રોળાયુ.

* ઇંગ્લેન્ડ વર્લ્ડકપ માં બીજી વખત બન્યું ચેમ્પિયન.

* સેમ કરનની શાનદાર બોલિંગ બાદ ઈંગ્લેન્ડે બેન સ્ટોક્સની શ્રેષ્ઠ બેટિંગથી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 137 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે એક વિકેટ બાકી રહેતા 138 રન બનાવ્યા હતા.

ICC T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 137 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે એક ઓવર પહેલા 138 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

રિપોર્ટર : વારિસ સૈયદ.