મજબૂત લોકશાહી માટે મતદાતાઓને તેમના મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા
અમરેલી, તા.૧૩ નવેમ્બર, ૨૦૨૨ (રવિવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે SVEEP અંતર્ગત મતદાન જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે. બાબરા તાલુકાના કોટડાપીઠા ખાતે
ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મજબૂત લોકશાહી માટે મતદાતાઓને તેમના મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.