આવનાર 2022 વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે કે. કે. પટેલની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝા બેઠક ઉપર ટિકિટની જાહેરાત કરી હતી. તેમને ચૂંટણી લડવાની જવાબદારી સોંપી છે. જેને લઈને આજે શનિવારે ઊંઝા ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ઊંઝા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહેસાણા અર્બન બેંકની બાજુમાં આજે શનિવારે ઊંઝા ખાતે કાર્યલાયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ શારદા પટેલ, મહામંત્રી રજની પટેલ, APMC ચેરમેન દિનેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના ઊંઝા શહેર અને તાલુકા, વડનગર શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. મોટી સંખ્યામાં ઊંઝા તાલુકા, વડનગર તાલુકાના કાર્યકતાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

ઊંઝા બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ કે. પટેલે નિવેદનમાં કહ્યું હતું કે, હું રાજકારણમાં નવો છું પણ અનુભવમાં વધુ છું આ કારણે પાર્ટીએ મને ટીકીટ આપી છે. હું નવો ચેહરો છું માટે મારા કેસમાં કોઈ વિવાદ નથી. ઊંઝામાં મને સર્વે સમાજનો ટેકો છે.