રાજ્યમાં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળાને કારણે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યો છે અને હવેતો મોબાઈલ આવતા કેટલાક જાગૃત નાગરીકો જ પોલીસની પોલ ખોલી રહયા છે આ બધા વચ્ચે સુરતના પુણા પોલીસ સ્ટેશનના તોડબાજ PSI જે.એચ.રાજપૂત અને તેનો પન્ટર એવો રિક્ષાવાળો 3 લાખની લાંચમાં ACBમાં પકડાયા બાદ ભેદ ખુલી રહયા છે. ACBના સ્ટાફે પુણા પોલીસના ડી સ્ટાફના PSI જયદીપસિંહ હસમુખસિંહ રાજપુત (36) (રહે, અડાજણ)ને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં નામદાર કોર્ટે 6 તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે. જયારે આ લાંચિયા PSIનો પન્ટર રિક્ષાવાળો જીયાઉદ્દીન સૈયદ ઉર્ફે જીવો પણ પોલીસની જેમજ વટ પાડી ઊઘરાણું કરતો હોવાની વાત સામે આવી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પુણા પોલીસે લકઝરી બસમાંથી 4.88 લાખનો દારૂ સાથે ચાલક સહિત બેને પકડી પાડયા બાદ ટ્રાવેલ્સના માલિકને દારૂના કેસમાં ફસાવવાનું કહી 3 લાખનો તોડ કર્યો હતો.
ACB PSI રાજપુતનો LVA(લેયર વોઇસ એનાલીસીસ) ટેસ્ટ કરાવે તો 3 લાખમાં કોનો કેટલો ભાગ હતો તે વાત સામે આવી શકે તેમ છે,પીએસઆઈનો રિક્ષાવાળો પણ જાણે પોતે પોલીસવાળો હોય તેવો રોફ ઝાડતો હોવાનું કહેવાય છે અને બેનંબરી ઉધરાણી કરતો હતો.
પુણામાં ખાસ કરીને સરદાર માર્કેટની બહાર પાથરણાં અને શાકભાજીવાળા પાસેથી દિલીપ નામનો માથાભારે પોલીસના નામે પૈસાની ઉઘરાણી કરતો હોવાની શકયતા છે.
રોજના રૂ.50 અને લારીવાળા પાસે રૂ.100 દિલીપના પન્ટરો ઉઘરાણી કરતા હોવાની વાત વચ્ચે પૈસા ન આપે તો માર મારતા હોવાનું કહેવાય છે.
આમ,પોલીસવાળા આવા તોડપાણીમાં જ રચ્યાપચ્યા રહેતા હોય લોકોમાં પોલીસની છાપ બગડી રહી છે.