ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાની ગતિ તેજ બની છે. હાલમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ દિવસ-રાત જોયા વિના પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

જેમાં ‘ફૂટ સોલ્જર ઑફ ઈલેકશન’ તરીકે ઓળખાતા બી.એલ.ઓ. એટલે કે બુથ લેવલ ઑફિસરની ભૂમિકા ખૂબ મહત્વની છે.

બી.એલ.ઓ.ને પ્રોત્સાહિત કરવા તથા પારિવારિક સભ્ય તરીકે હૂંફ આપવા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ સંવેદનાત્મક પહેલ કરી છે.

શ્રીમતી પી. ભારતી જે બી.એલ.ઓ.નો જન્મદિવસ જે મહિનામાં આવતો હોય તેમને પોતાના હસ્તાક્ષર સાથેનો શુભેચ્છાપત્ર પાઠવી રહ્યા છે.

અને તેમની ફરજોને બિરદાવી રહ્યા છે. 

આ પહેલ અંતર્ગત ગત બે મહિનાથી ચૂંટણી પ્રક્રિયામાં સામેલ બી.એલ.ઓ.ને શ્રીમતી પી. ભારતીએ તેમના જન્મદિવસે ખાસ શુભકામના પાઠવતા પત્ર મોકલ્યા છે.

ઓક્ટોબર અને નવેમ્બર મળીને કુલ ૫૩૨ બી.એલ.ઓ.ને જન્મદિવસની શુભકામના પાઠવતા વ્યક્તિગત પત્ર મોકલવામાં આવ્યા છે.

શ્રીમતી પી. ભારતી ચૂંટણી પ્રક્રિયામાં બી.એલ.ઓ.ની અપ્રતિમ ભૂમિકાની સરાહના કરવાની સાથે આ પત્રના માધ્યમથી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ માટે પણ શુભકામના પાઠવી રહ્યા છે.   

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.