ગુજરાત વિધાનસભા ચૂંટણી ને લઇ તમામ રાજકીય પક્ષો તેમજ તમામ પક્ષો ના ઉમેદવારો પોત પોતાના મત વિસ્તાર માં પ્રચાર પ્રસાર માં લાગી ગયા છે
એજ રીતે ધાનેરા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સુરેશ દેવડા પણ પોતાના મત વિસ્તાર ધાનેરા માં ચૂંટણી પ્રચાર માટે આવતા ધાનેરા માં આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા તેમનું ફૂલ હાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધાનેરા ને હોટલ ના પાર્ટી હોલ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં હાજર જ્ન મેદની જોતા એવા સંકેત જણાઈ રહ્યા હતા કે ધાનેરા માં કોંગ્રેસ. ભાજપ ની લડાઈ વચ્ચે આમ આદમી ફાવી જાય તો નવાઈ નહીં