જસદણના ભંડારીયાના છાયાબેનનો ત્રંબામાં ભાઇના ઘરે ઝેર પી આપઘાત શ્વાસની જુની બિમારીથી કંટાળીને પગલુ: ત્રણ સંતાન મા વિહોણા જસદણના ભંડારીયા ગામે રહેતી છાયાબેન મનોજભાઇ સરવૈયા (ઉ.વ.૩૨) નામની મહિલાએ ત્રંબામાં ભાડ સ્કૂલ પાસે શ્રીરામ ટ્રેડીંગ નજીક ઓરડીમાં રહેતાં પોતાના ભાઇના ઘરે રાત્રે દસેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.