Kheda: ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવા તંત્ર સજ્જ, 872 મતદાન મથકોમાં લાઇવ વેબકાસ્ટીંગથી મોનીટરીંગ કરાશે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-2022ના કાર્યક્રમની ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ખેડા જિલ્લાના છ વિધાનસભા મતદાર વિભાગોની સામાન્ય ચુંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કે.એલ.બચાણીએ જણાવ્યું કે શહેર જિલ્લાની છ બેઠકોની ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે