છોટા ઉદેપુર જીલ્લાના રાજકારણમાં આવેલા ભૂકંપને પગલે દરરોજ નવી વાતો સાંભળવામાં આવી રહી છે અને કેટલીક અફવાઓ પણ ઊડી રહી છે, જેને લઈને આજે સુખરામ રાઠવાએ આજે ખૂબ મોટીવાત કહીને વિરોધીઓના મોઢા ઉપર તાળાં મારી દીધા છે, અને પાવીજેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂટણી કોંગ્રેસ પક્ષમાથી જ લડવાની જાહેરાત કરી દીધી છે. 

       બે દીવસ પહેલા ગુજરાતના મોટાગજાના નેતા મોહનસીંહ રાઠવા પરીવાર સાથે ભાજપમાં જોડાયા છે. ત્યારથી હલચલ મચી ગઈ છે, અને જીલ્લાના રાજકારણના બધા સમીકરણો જ બદલાઈ ગયા છે. ઉપરાંત જેતપુર વિધાનસભા અને છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર ન કરાતા જનતામાં કેટલીક અફવાઓ અને અટકળો ચાલી રહી છે, જેને લઈને આજરોજ પાવીજેતપુરના રતનપુર ખાતે કોંગ્રેસ કાર્યાલયના ઉદઘાટનમાં આવેલ સુખરામ રાઠવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે હું કોંગ્રેસી છુ, કોંગ્રેસની સાથે જ રહેવાનો છુ, અને કોંગ્રેસમાં જ રહીને લડીશ. પાર્ટી મહાન છે, મારા માટે તે અગત્યનું છે. છોટાઉદેપુર જીલ્લાની જનતાને તેઓએ વિનંતી કરતાં કહ્યું હતું કે કોઈ અફવાઓથી અથવા કોઈ વોટ્સએપ વાઇરલ વિડીયોથી કોઈ ગભરાતા નહિ, હું હંમેશા સમાજ સાથે રહ્યો છુ, સમાજની સાથે જ રહેવાનો છુ, યુવાન સાથીઓને સાથે રાખીને સમાજનું જે ઋણ છે તે ઋણ ચૂકવવા માટે ફરી પાછો ૧૩૮ પાવીજેતપુર વિધાનસભામાથી ચૂટણી લડવાનો છુ. 

        મારા રાજકીય ગુરુ માધવસીંહભાઈ સોલંકી હતા, અને ૧૯૮૫ થી હું કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે ચૂટાતો આવ્યો છુ, રાજકીય ગુરુ અમારા સંબંધી પણ ખરા, એ સમાજના વડીલ પણ છે, એના કારણો એમની પાસેથી જ જાણવા પડે, અમારા કૌટુંબિક સંબંધી છે,એટલે એમાં બીજી કોઈ ચર્ચા હોય શકે નહીં. 

      હું એ ૬૩ ધારાસભ્યને સાચવાવનો પ્રયત્ન કર્યો છે.કેટલીક જગ્યાએ કોંગ્રેસનાં સર્વેના રીપોર્ટમાં એમની કામગીરી નબળી હોય, ત્યાં બદલવા માટેના પ્રેસર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને બીજા બધા કાર્યકરો, મહાજનો, વાત લઈને આવ્યા છે, એના પર નિર્ણય બાકી છે. સીટીંગ ધારાસભ્યો જે ચૂટાયેલા છે એમાથી તમામને સાથે રાખીને બદલાવાના થાય તો એમને પૂછીને તો પણ બદલાશે, એમાં કોઈ સંદેહ નથી જે ભગાભાઈ ગયા તેમાં કૌટુંબિક કારણ છે, અમારા સાહેબ ગયા તે વિષય અલગ છે, ઝાલોદના ભાવેશ કટારાએ જે રાજીનામું આપ્યું છે એ પણ એમનો કૌટુંબિક મામલો છે, અને કૌટુંબિક મામલાને રાજકારણમાં કોઈ સ્થાન હોતું નથી.