સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ જતાની સાથે તમામ જગ્યાએ શાંતિપૂર્વક મતદાન થાય તે માટે પોલીસ તંત્ર પણ તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે રાજકોટ રેન્જના આઇજીએ પ્રેસ યોજીને લોકોને અફવાઓથી દૂર રહીને શાંતિપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી. સાથે સાથે પોલીસ તૈનાત હોવાનું પણ જણાવ્યું હતું.જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણીમાં ભાંગફોડિયા તત્વો કે માથાભારે લોકો સામે કાર્યવાહી કરવાની સાથે પોલીસે ચૂંટણી બંદોબસ્ત માટે તૈયારીઓ આરંભ કરી દીધી છે.રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં ડીએસપી કચેરી ખાતે એક પ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીએસપી હરેશકુમાર દૂધાત પણ ઉપસ્થિત રહ્યા હતા. આઇજી અશોકકુમારે જણાવ્યું કે લોકો શાંતિપૂર્વક મતદાન કરે તે ખૂબ જરૂરી છે.ખોટી અફવાથી દૂર રહેવું અને આવી કોઇ બાબત ધ્યાને આવે તો તુરંત પોલીસને જાણ કરવી.ઉપરાંત દારૂ, પૈસા સહિતના પ્રતિબંધિત સામાનની હેરાફેરી થતી હોય તો તુરંત પોલીસને જાણ કરવી. આ ઉપરાંત જિલ્લામાં ચૂંટણી સમયે પોલીસે 22 ચેકપોસ્ટ બનાવીને ચેકિંગની કામગીરી હાથ ધરી દીધી છે.22 શખસ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. 85 આરોપીઓને હદપાર કરવામાં આવ્યા છે. તો 118 દારૂના ક્વોલિટી કેસ પણ કરાયા છે. 153 આરોપીઓ સામે એન.બી.ડબલ્યુ વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं