સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદીને સુચના આપેલ.જે અન્વયે વી.વી.ત્રિવેદીએ એલ.સી.બી. ના પો.સબ.ઇન્સ વી.આર જાડેજા તથા એલ.સી.બી. શાખાની અલગ અલગ ટીમો બનાવી દરેક ટીમને જીલ્લાના અલગ અલગ ડીવીઝન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી પ્રોહી જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી સફળ કવોલીટી કેસો શોધી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્વારા લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે અમીરસોહીલ રફીકભાઇ બીનહારીજ જાતે મુમાન રહે.લીંબડી, ખોજાખાના શેરીના લીંબડી વાળો લીંબડી, મહાલક્ષ્મી કોમ્પલેક્ષની સામે ખંડપીઠ ચોકમાં દુકાનના ઓટલા ઉપર જાહેરમાં ગે-કા વર્લી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર ની રમાડે છે.તેવી ચોકકસ બાતમી મળેલ હોય જેથી પંચો સાથે આ જગ્યાએ રેઇડ કરતા લીંબડી, ખડપીઠ ચોકમાં જાહેરમાં ગે.કા વર્લી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂમ.17,030/- તથા વર્લીના આંકડા લખેલ ડાયરી વરલીના આંકડા લખેલ ચીઠ્ઠીઓ નંગ 4 તથા મોબાઇલ ફોન નંગ-3 કી.રૂા.10,500/-મળી કુલ 527,530/- ના મુદામાલ સાથે આરોપીઓ (1) અમીરસોહીલ રફીકભાઇ બીનહારીજ જાતે મુમાન ઉવ.25 રહે.લીંબડી, ખાજાખાના શેરી તા.લીંબડી (2) અનાબભાઇ સતારભાઇ મીર જાતે મુ.માન ઉવ.30 રહે.લીંબડી, માતમચોક, તા.લીંબડી (3) ઘનશ્યામભાઇ ભરતભાઇ વાઘેલા જાતે ત.કોળી ઉવ 46 રહે લંગાળા તા વલ્લભીપુર જી ભાવનગર (4) નરેશભાઇ ભુદરાભાઇ માવી જાતે ત કોળી ઉવ.32 રહે.સાલાસર તા.ધંધુકા જી.અમદાવાદ મુળ ગામ ખુટાજા તા.ભાભરા જી.અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ વાળાઓને પકડી પાડી તમામ મુદામાલ કબજે કરી આરોપી વિરૂદ્ધ લીંબડી પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.