બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બૂથ અવેરનેશ ગ્રુપ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૫ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત બનાવી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બૂથ અવેરનેશ ગ્રુપ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

  સ્વીપના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારશ્રી વિનુભાઇ પટેલે જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બૂથ અવરનેશ ગ્રુપ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજના કરવામાં આવ્યું હતું. જેમાં બૂથ અવેરનેસ ગ્રુપના સભ્યો બી.એલ.ઓ., શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મધ્યાહન ભોજન સંચાલક વગેરેએ પોતાના ગામના ફળીયા, જહેર સ્થળોએ જઇને મતદારોને ધર્મ, જાતિ, જ્ઞાતિથી પર રહી, કોઈના દબાણને વશ થયા વગર, કોઈપણ પ્રકારના પ્રલોભન વગર, ડર રાખ્યા સિવાય મતદાન કરવા માટે જાગૃત કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા.