વિધાનસભાની ચૂંટણીને લઈને ખંભાતમાં લોકશાહી અવસર ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી દ્વારા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.પબ્લિક પ્લેસમાં સેલ્ફી પોઈન્ટ થકી મતદાન વિશે જાગૃત કરાઈ રહ્યા છે.તદઉપરાંત લોકશાહી અવસરનો નાગરિકોમાં ઉત્સાહ વધારવા આવનાર દિવસોમાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું છે.આર.ઓ નિરૂપા ગઢવીના મોનીટરીંગ હેઠળ ચૂંટણીલક્ષી કામગીરી કરાઈ રહી છે.ખંભાત શહેરમાં ૬૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૩ કુલ મળી ૨૪૦ મતદાન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.૧૩૮ સરકારી બિલ્ડીંગ અને ૫ જેટલી ખાનગી બિલ્ડીંગને ઉપયોગમાં લેવાશે.એટલું જ નહીં ચૂંટણીલક્ષી કામગીરીમાં ૨૪ જેટલી એસ.ટી. બસો અને ૫ જેટલી જીપ વાહન ફાળવવામાં આવી છે.ગ્રામ્ય કક્ષાએ ૧૯ ઝોનલ ઓફિસર અને શહેર કક્ષાએ ૮ ઝોનલ ઓફિસર સહિત ૨૯ ઝોનલ ઓફિસરો નિમાયા છે.૨૬૪-પ્રિસાઇડિંગ ઓફિસર, ૭૯૨-પોલિંગ ઓફિસર, ૨૬૪ સેવક ભાઈઓ રમ મળીને કુલ ૧૩૨૦ જેટલા કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરી કરશે.ઇ.વી.એમ સહિત ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીનું વિતરણ અને એકત્રિકરણ ખંભાતની એસ.ઝેડ અને એસ.કે.વાઘેલા હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવનાર છે.ખંભાત વિધાનસભામાં કુલ ૨ લાખ 33 હજાર ૫૨૨ મતદારોનો સમાવેશ થાય છે.

આ અંગે આર.ઓ અને પ્રાંત અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ૩૧૪-ડી.યુ, ૩૧૪-સી.યુ, ૩૪૯-વીવીપેટ મશીનો ફાળવાવામાં આવ્યા છે.આ તમામની યાદી રાજકીય પક્ષોને મોકલી આપી છે.તદ્દઉપરાંત તમામ મશીનોને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી રૂમની બહાર ઇલેક્શન કમિશનના નિયમોનુસાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.સીસીટીવી કેમેરા દ્વારા પણ સીધી દેખરેખ રખાઈ રહી છે.તમામ અધિકારી - કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ચૂંટણીલક્ષી કામગીરી કરી રહ્યા છે.

(તસવીર : સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368