*ડીસા પાટણ હાઇવે પર આવેલ શોપિંગ સેન્ટર આગળ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું*

*દુકાનદારોની વારંવાર રજૂઆતોના પગલે પાલિકા દ્વારા દબાણ દૂર કરાયું*

ડીસા નગરપાલિકાના હદવિસ્તારમાં ડીસા શહેરમાં કેટલીક જગ્યાએ ગેરકાયદેસર રીતે લારી ગલ્લા પાથરણા પાથરીને સ્થાયી તથા અસ્થાઇ રૂપે દબાણ કરવામાં આવ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજ રીતે ડીસા પાટણ હાઇવે ઉપર ખાનગી પાર્ટી પ્લોટોની સામે આવેલા સાર્થક શોપિંગ સેન્ટર આગળ ગેરકાયદેસર રીતે લારી ગલ્લા સ્થાઇ કે અસ્થાઇ રૂપે દબાણ કરવામાં આવ્યું હતું જેને આજે વારંવારની રજૂઆતોને પગલે પાલિકા ચીફ ઓફિસર તથા ડીસા નગરપાલિકા દબાણ ટીમ દ્વારા જેસીબી મશીન દ્વારા પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું જે દબાણ મામલે દુકાનદારો દ્વારા ડીસા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં દુકાનદારોના જણાવ્યા અનુસાર શોપિંગ સેન્ટર આગળ ગેરકાયદેસર દબાણો કરી રહેલા લારી ગલ્લાવાળા દબાણો કરી અસામાજિક તત્વોનો અડ્ડો જમાવી બેઠેલા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા વધુમાં દુકાનદારો દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે તેઓ સમયસર નગરપાલિકાના વેરા વસૂલાત ભરપાઇ કરી રહ્યા છે વળી પોતાના કે આવનારા ગ્રાહકોના વાહનો પાર્ક કરવા માટે જગ્યા ફાળવવામાં આવી છે જેમાં દબાણકારોને કેબીન મૂકી દીધું હતું જેના કારણે પાર્કિંગ માટે હેરાનગતિ વેઠવી પડી રહી હતી અને સ્થાઇ કે અસ્થાઇ રૂપે દબાણ કરનાર ઇસમ દ્વારા દબાણ દૂર કરવામાં બહાનાબાજી અને ગલ્લાંતલ્લાં કરવામાં આવતા હોવાના આક્ષેપ સ્થાનિક દુકાનદારો દ્વારા લગાવવામાં આવ્યા હતા ત્યારે આ મામલે આજે પાલિકા ચીફ ઓફિસર તથા ડીસા નગરપાલિકા દબાણ ટીમ દ્વારા જેસીબી મશીન દ્વારા પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું જોકે સ્થાનિક લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે દબાણકાર દ્વારા દબાણ હટાવવાને લઇને ચિમકી ઉચ્ચારવામાં આવી હતી અને દબાણ દૂર ન કરવા દાદાગીરી ભર્યું વર્તન કરાયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વધુમાં ઉલ્લેખનીય છે કે લોકોમાં એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે દુકાનદારોનો ઉગ્ર વિરોધ હોવા છતાં દબાણદારની દાદાગીરી ભર્યા વર્તનના પગલે જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવેલ કેબીનને શોપિંગ સેન્ટર આગળ જ મૂકવામાં આવતા દુકાનદારોમાં પુનઃ રોષ ભભુકી ઉઠયો છે