પરિવાર મકાન બંધ કરી પ્રસંગના કામે બહાર જતા તસ્કરો એ પાછળ થી બન્ધ મકાનમાં હાથફેરો કર્યો હતો.

ચોરોએ ઘરેણાં અને રોકડ રકમ ની કરી ઉઠાન્તરી શિયાળાની ઠંડી ઋતુ અને પ્રસંગ અને તહેવારનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે.

હાલ શહેરના મોટા ભાગના લોકો દિવાળીના તહેવાર તેમજ બાળકોનેં વેકેશન ની રજા હોવાથી સામાજિક પ્રસંગોમાં હાજરી આપવા અથવા રજાઓ નો આનંદ માણવા માટે પોતાનું મકાન બંધ કરી જતા હોય છે.

જેનો લાભ આવા તસ્કરો કે લેભાગુ તત્વો ભરપૂર ઉઠાવતા હોય છે . ત્યારે અહીના સ્વામીનારાયણ નગરમા એક બંધ મકાનમા તસ્કરો એક લાખના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા.

 બાબરા સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા લાલભાઈ ગોર પોતાના મકાનને તાળાં મારી ચાર દિવસ માટે સાવરકુંડલા એક પ્રસંગોપાત ગયા હતા.

ગત મોડી રાતે તેઓ બાબરા પોતાના ઘરે પરત ફર્યા ત્યારે મકાન ખુલ્લું જોતા ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી .

 તેઓએ તાત્કાલિક અસરથી બાબરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનમાં તપાસ કરતા ઘરમા તમામ ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમા પડી હતી.

  લાલભાઈ ગોરે બાબરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું હતું કે માતાજીના મંદિરમાં તેમજ છોકરાના ગલ્લામાં રાખેલ રોકડા રૂપિયા ૧૭ હજાર તેમજ દાગીનામાં બે છોકરાના ચાંદીના કડલા , દિકરીની ચાંદીની બે જોડી ઝાંઝરી , ચાંદીના બે જોડી કંદોરા , સોનાનો એકપેડલ , બે જોડી ચાંદીના છડા , સોનાની એક વીંટીવિગેરે મળી નેં કુલ એક લાખની આસપાસની મતાની ચોરી થયેલ છે . તેમજ મકાનના બારી દરવાજાને નુકસાન કરેલ છે . અને કબાટની તિજોરી તોડી આખા કબાટને નુકશાન કરેલ છે .

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.