ચલાલાના ગોપાલગ્રામ ગામ ખાતે એક યુવક તેના મિત્ર સાથે બેસી વાતો કરતો હતો ત્યારે ગામના જ બે લોકોએ આવી થાંભલો કેમ હલાવો છો કહી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે દિવ્યરાજભાઈ મંગળુભાઈ કોટીલા (ઉ.લ.૧૯)એ અનકભાઈ પુંજભાઈ વાળા તથા જનકભાઈ નજુભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તે અને તેના મિત્રો ગોપાલગ્રામ ગામમાં આવેલા ચોકમા થાંભલા પાસે બેસી ચર્ચા કરતા હતા ત્યારે અનકભાઇ પુંજભાઇ વાળાએ આવીને તમે થાંભલો કેમ હલાવો છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા તેઓ ધમકી આપતા આપતા જતા રહ્યા હતા. થોડીવાર બાદ આરોપીઓ તેમના હાથમાં લોખંડની પાઇપો લઇને આવ્યા હતા અને મન ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઝપાઝપી કરી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એ.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.