વાહન ચેકીંગ દરમ્યાન એસ. ટી. બસ. માંથી ઝડપાયો. 

અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સધન સુરક્ષા ચુસ્ત કરવા સાથે કડક વાહન ચેકિંગ હાથ ધરવા માં આવ્યું છે દરમિયાન મંગળવારે એસટી બસમાંથી 1.38 લાખ રૂપિયાની કિંમતનો ગાંજા સાથે એક ઈસમ ને પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો. અને તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આદર્શ ચૂંટણી આચારસંહિતા નુ પાલન કરવા માટે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે અને આવન જાવન કરતાં વાહનોનું ઘનિષ્ઠ વાહન ચેકિંગ થઈ રહ્યું છે ત્યારે મંગળવારે અંબાજી આબુરોડ માર્ગ પર ની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા કર્મીઓ દ્વારા અંબાજી તરફ પ્રવેશતા વાહનો નુ ચેકીંગ હાથ ધરવા માં આવ્યું હતું દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત એસટી નિગમની એસ.ટી બસ માં તપાસ કરતા મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની શંકાસ્પદ બેગ ની તપાસ કરતા તેમાંથી 13 કિલો 809 ગ્રામ જેટલો અંદાજે રૂપિયા 1.38 લાખનો ગાંજો ઝડપાઈ જવા પામ્યો હતો. ગાંજો લઈને બસમો આવી રહેલ ઇમરાન ખાન પઠાણ રહે વટવા અમદાવાદ વાળા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે