ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકીય મોરચે ભારે ગરમાવા સાથે રોજબરોજ અવનવા રાજકીય સમીકરણ મંડાતા જોવા તેમજ સાંભળવા મળી રહ્યા છે જેમાં તોડ જોડની રાજનીતિ તેમજ જો અને તો ની રાજનીતિ પણ જોવા મળી રહી છે જેમાં ગુજરાતની સત્તા પુનઃ પ્રાપ્ત કરવા માટે હાલની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારના ધમપછાડા કરી કવાયત હાથ ધરી છે જ્યારે બીજી તરફ વર્ષોથી ગુજરાતની સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ અને ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવવા માટે મથી રહેલ આમ આદમી પાર્ટીએ પણ પોતાની જીતના મોટા મોટા દાવો ઠોકી રહી છે ત્યારે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મિનારાઓના કાંગરા ગુજરાતમાં સતત ખરી રહ્યા હોવાનું સતત છેલ્લા કેટલા સમયથી જોવા મળી રહ્યું છે જેમાં આજે વધુ એક કામ મોટો આંચકો કોંગ્રેસને મળ્યો છે અને સૌથી મોટો અને સૌથી જૂનો કોંગ્રેસના મિનારાનો કાંગરો આજે ખરી પડ્યો હતો જેમાં સતત 50 વર્ષથી ધારાસભ્ય રહેલા અને 35 વર્ષથી કોંગ્રેસના રનિંગ ધારાસભ્ય બની રહેલા છોટાઉદપુરના રાજકીય ગુરુ મોહનસિંહ રાઠવાએ આજે એકાએક કે પછી પૂર્વ આયોજીત કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાતા રાજકીય મોરચે ભૂકંપ સાથે ભારે હલચલ મચી જવા પામી છે જેમાં સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડ્યા બાદ માત્ર એક જ વાર 2002માં ચૂંટણી હાર્યા પછી સતત 10 ટર્મ સુધી ચૂંટણી જીતનાર કોંગ્રેસના મહારથી મોહનસિંહ રાઠવા આદિવાસીઓના મસીહા કહેવાય છે જે આજે કોંગ્રેસનો હાથ જોડી કોંગ્રેસમાંથી રાજુનામુ ધરી ભાજપામાં જોડાયા છે જેને લઈ ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે જ્યારે ભાજપા છાવણી ગેલમાં આવી ગઈ હતી તો કોંગ્રેસની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે 

          જો કે 35 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાઈ રહેલા મોહનસિંહ રાઠવાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસને અલવિદા કહી ભાજપના કેસરિયા રંગે રંગાતા રાજકીય પંડિતો જ નહીં પરંતુ ગલીએ ગલીએ નિત નવી ચર્ચાઓ તેમજ અટકળોનું બજાર ગરમ થયું છે જેમાં એક અટકળ એવી પણ છે કે પોતાના પુત્રની ભાજપામાં ટિકિટ પાકી કરાવી જીત અપાવવા માટે ગુજરાતની સત્તામાંથી ફેકાઈને ભુંસાઈ ગયેલી કોંગ્રેસને છોડી મોહનસિંહ રાઠવા કઈ નીતિ અખત્યાર કરી ભાજપ સાથે જોડાયા છે જેમાં છોટાઉદેપુર પંથકમાં પોતાની આગવી ઓળખ અને પોતાનું આગવા નામ સાથે આદિવાસીઓના મસીહા ગણાતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ જોડેથી છેડો ફાડી ભાજપામાં છેડો ઝાલ્યો છે જેને લઈ હવે છોટાઉદેપુર પંથકમાં કોંગ્રેસનું પ્રભુત્વ કેટલું અસરકારક રહેશે હવે તે જોવું રહ્યું છે જેને લઈને હવે છોટાઉદેપુરની રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાશે તેવી નિત નવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે જ્યારે એક ચર્ચા એ પણ ઉઠી છે કે આખી જિંદગી કોંગ્રેસને સમર્પિત મોહનસિંહ રાઠવાએ આખરે આટલા વર્ષોમાં સન્યાસ લેવાની ઉંમરે કેમ કોંગ્રેસ છોડી ભાજપા સાથે જવાનો સંકલ્પ કર્યો છે તે ચર્ચા પણ જંગલમાં લાગેલ  આગની જેમ સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ફેલાઈ રહી છે.