સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે દિવાળીના તહેવારના લીધે પરિવાર બહારગામ ગયો હતો. ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને રૂ. 35,000 રોકડા અને અઢી તોલા સોનું તેમજ ચાંદી મળી અને બે લાખથી વધુની કિંમતની ચોરી થઈ હોવાની ફરિયાદ સાયલા પોલીસ મથકે નોંધાઇ છે.શિયાળાની શરૂઆત સાથે જ તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે, ત્યારે સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે આવેલા કોરડા રોડ ઉપર એક મકાનમાં દિવાળીનું વેકેશન કરવા ગયેલા પરિવારના બંધ મકાનનો લાભ લઇ અને તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે, ત્યારે આ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને હાલમાં રૂ. બે લાખથી વધુની કિંમતનો માલમતાનો સફાયો કરી ગયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.સાયલા પોલીસે તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સાયલા તાલુકાનું સુદામડા ગામ કોરડા રોડ ઉપર રહેતા પરિવારના સભ્યો દિવાળીના સમયે વેકેશન હોવાના કારણે પરિવારજનો પોતાના સગા વાલાને ત્યાં ગયા હતા. ત્યારે પ્રતાપભાઈ બાબુભાઈના બંધ મકાનમાં બંધ મકાનનો લાભ લઈ અને તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં રૂ.35,000 રોકડ તેમજ અઢી તોલા સોનું અને ચાંદીના દાગીના મળી અને બે લાખથી વધુની માલમતાનો સફાયો કરી ગયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે સાયલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહેવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.