ડભોલીના ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયેલા ઝવેરીના મોપેડમાંથી રૂ. 23. 15 લાખની મતાની બેગની ચોરી 35 ગ્રામની લક્કી, 3 તોલાની લગડી, 1 લાખની રોકડ સહિતની મતા ચોરાઈ ડભોલી ગામે ફાર્મ હાઉસમાં સંબંધીના લગ્નમાં ગયેલા ઝવેરીની મોપેડની ડિકીમાંથી દાગીના અને રોકડ સહિત 23. 15 લાખની મતાની બેગની ચોરી થઈ છે. ડભોલી ગામે વર્ણી ફાર્મ હાઉસની બહાર પાર્કિંગમાં મોપેડ મુકી હતી. ચોરી અંગે ઝવેરી મનહર તેજાણીએ સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.