ભાજપમાંથી એક બેઠક દીઠ ત્રણ નામો મોકલાયા હતા
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી
ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં સુરત જિલ્લાની 16
બેઠકો પર પ્રથમ તબક્કામાં ચૂંટણી થશે. આ 16 બેઠકો પર
ભાજપના ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે ગત રોજ
બેઠક મળી હતી. બેઠકમાં સુરત જિલ્લામાંથી એક બેઠક
દીઠ ત્રણ નામો મોકલાયા હતા. તે નામો પર ચર્ચા વિચારણ
થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં 16માંથી
5 બેઠક પર નવા મુરતીયાના નામો પર પણ ચર્ચા થઈ હતી.
જેથી આ બેઠકો પર નવા જાહેર કરવામાં આવે એવી
શક્યતા છે.
ભાજપની હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી
આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી સુરત શહેર અને
જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામુ
પ્રસિદ્ધ થયા બાદ ગત રોજથી ફોર્મ વિતરણ અને ઉમેદવારી
નોંધાવવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. આ આરંભ વચ્ચે
હજુ સુધી કોંગ્રેસ અને આપની કેટલીક બેઠકોના ઉમેદવારો
જ જાહેર થયા છે. તો ભાજપની હજુ સુધી ઉમેદવારોની
યાદી જાહેર થઈ નથી.