વિશ્વકર્મા સમાજ આવ્યો આગળ સૌરાષ્ટ્ર્રમાં ૬ ટિકિટ વિશ્વકર્મા સમાજને મળવી જોઈએ! નહીં તો જડબાતોડ જવાબ, સમાજના વિવિધ અગ્રણીઓ દ્રારા આજકાલ ન્યૂઝ ની મુલાકાત લીધી

 

સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં વિશ્વકર્મા સમાજને રાજકીય અન્યાય થશે તો સમગ્ર સમાજ દ્રારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં ઓછામાં ઓછી ૧૫ સીટો પર પ્રભુત્વ ધરાવતો સમાજ છે. સમગ્ર ગુજરાતમાં વિશ્ર્વકર્મા સમાજની ઓછામાં ઓછી ૧૨ ટકા વસ્તી છે. કોઈપણ રાજકીય અને સતા પર બેસાડવા કે દૂર કરવા ફકત ૬ ટકા મત જરૂરી છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર્રમાં કુલ મળી ૬ ટિકિટો વિશ્ર્વકર્મા સમાજને મળવી જોઈએ. રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં વિશ્ર્વકર્મા સમાજમાં રાજકીય અન્યાય સામે જવાળામુખી ભભૂકી રહ્યો છે.


Gujarat Election 2022 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ જ્ઞાતિ સમાજોમાં ચૂંટણીની ટિકિટોની ફાળવણીને લળને અસંતોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર્રનું કેન્દ્ર ગણાતા રાજકોટ શહેરમાં વિશ્ર્વકર્મા સમાજની જ્ઞાતિઓ જેવી કે પ્રજાપતિ સમાજ, કડિયા સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, સોની સમાજ, દરજી સમાજ સહિતના સમાજોની લાખોની સંખ્યામાં જનસંખ્યા આવેલી છે.


આમ છતાં દરેક રાજકીય પક્ષો તરફથી ટિકિટોની ફાળવણીમાં દરેક વખતે સમગ્ર વિશ્વકર્મા સમાજ સાથે સતત અન્યાય થતો જોવા મળી રહ્યો છે. વિશ્વકર્મા સમાજના વિવિધ જ્ઞાતિ સમૂહના સામાજિક આગેવાનોએ આ બાબતે પોતાનો આક્રોશ વ્યકત કરવા અને રાજકીય પક્ષોની સાથે પોતાની લાગણી વ્યકત કરવા આજરોજ જણાવ્યું હતું કે,

જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર વિશ્વકર્મા સમાજ સાથે અન્યાય થશે તો હવે સમગ્ર સમાજ જે કોઈ રાજકીય પક્ષો વિશ્વકર્મા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નહીં આવે તેમને હરાવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે, અને જરૂર જણાયે સમગ્ર સૌરાષ્ટ્ર્રના વિશ્વકર્મા સમાજના લોકોને જણાવવામાં આવશે કે હવે આપણે પક્ષનાં ગળે બાંધેલા પટ્ટાઓમાંથી મુકત થઈ અને ફગાવી દઈ અને જયારે દરેક સમાજનાં લોકો પોતાની જ્ઞાતિઓ માટે લડાઈ લડતા હોય છે. ત્યારે આપણે પણ આપણા સમાજ માટે થઈ અને આપણે પણ લડાઈ લડવાની આવશ્યકતાઓ છે.

આ અન્યાયનો રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. સમગ્ર વિશ્વકર્મા સમાજના સામાજિક અગ્રણીઓમાં આ બાબતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં વસતો વિશ્ર્વકર્મા સમાજ આજ સુધી ભારતીય જનતા પાર્ટીની વફાદાર વોટ બેન્ક રહ્યો છે. કોઈપણ ચૂંટણી હોય પછી તે કોર્પેારેશન હોય વિધાનસભા હોય કે સંસદની ચૂંટણી હોય વિશ્ર્વકર્મા સમાજે હંમેશા ભાજપની તરફેણમાં એકધારુ મતદાન કરીને ભાજપને સતાની ખુરશી પર બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ આમ છતાં ભાજપ દ્રારા વિશ્વકર્માસમાજ સાથે કાયમ ઓરમાયુ વર્તન રાખવામાં આવ્યું છે.

રાજકોટની ૩ બેઠકો એટલે કે રાજકોટ–૬૮, રાજકોટ–૭૦, રાજકોટ–૭૧ પર વિશ્ર્વકર્મા સમાજનું સંપૂર્ણ પ્રભુત્વ છે. આ બેઠકો પર વિશ્ર્વકર્મા સમાજનાં લોકો સંપૂર્ણપણે નિર્ણાયક છે અને ધારે તેને જીતાડી હરાવી શકશે. ત્યારે સ્વાભાવિક છે કે, આ બેઠક પર ભાજપ કે અન્ય પક્ષો દ્રારા વિશ્ર્વકર્મા સમાજના વ્યકિતને ટિકિટની ફાળવણી થવી જોઈએ. પરંતુ ભાજપ અને અન્ય પક્ષો જેવા કે કોંગ્રેસ અને આપ પણ વિશ્ર્વકર્મા સમાજની સાથે અન્યાય કરી માત્ર પાટીદાર સમાજને પ્રાધાન્ય આપી રહેલ છે. ત્યારે આગામી ચૂંટણીમાં સમગ્ર સમાજ સાથે મળીને તેનો જડબાતોડ જવાબ આપશે.

સામાજિક આગેવાનો દ્રારા આ બાબતને લઈને ખાટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. વિશ્ર્વકર્મા સમાજ ઉપરાંત રાજકીય અન્યાયનો ભોગ બનેલા અન્ય સમાજનાં આગેવાનોનો પણ સંપર્ક કરી તેમને સાથે રાખીને બેઠકો પર મજબુત અને સક્ષમ અપક્ષ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે અને તે વિશ્ર્વકર્મા સમાજનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીને સમાજનાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તે માટે શરૂ કરી દેવામાં આવી છે તેમ અરવિંદભાઈ ગજર–સુથાર, વિશાલભાઈ પીઠડિયા–દરજી, રમણીકલાલ પાટણવાડિયા–સુથાર, પ્રફુલભાઈ લુહાર–લુહાર, મહેશભાઈ મકવાણા–લુહાર, દિનેશભાઈ કનસરિયા–સતવારા, મનસુખભાઈ ગોહેલ–દરજી, અરવિંદભાઈ ગોહેલ–કડિયા, રાજુભાઈ કાચા–કડિયા, જે.કે.ગાંગાણી–કડિયા, દિપકભાઈ પીર કાચા–કડિયા, કાંતીભાઈ રાઠોડ–કડિયા, નિકુંજ પારેખ–સોની, વિકાસભાઈ મિક્રી–લુહાર, નરેન્દ્રભાઈ રાઠોડ–કડિયાએ રોષભેર જણાવ્યું છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ મુરતિયાઓ ચૂંટણીના જંગમાં લડવા ઉતર્યા છે. સમાજના નાના–મોટા વિવિધ વર્ગેાએ ચૂંટણી માટે ટીકીટો માગી છે. અત્યાર સુધી વિશ્ર્વકર્મા સમાજમાંથી કયારેય ટીકીટ માગવામાં આવી નથી પરંતુ આ વર્ષે આ વખતે ચૂંટણીના મેદાનમાં વિશ્વકર્મા સમાજ જોરશોરથી ઉતરશે. સમાજના અગ્રણીઓને રાજકીય પક્ષો સમક્ષ એવી માગણી કરી છે કે, સૌરાષ્ટ્ર્રમાંથી છ ટીકીટ ફાળવવામાં આવે. જો ફાળવવામાં નહીં આવે તો જોયા જેવી થશે તેવો બળાપો સમાજના આગેવાનોએ કાઢયો છે.

વિશ્વકર્મા સમાજના વિવિધ અગ્રણીઓ દ્રારા આજકાલની મુલાકાત સમયે રોષભેર જણાવ્યું હતું કે, અત્યાર સુધી વિશ્વકર્મા સમાજે ભાજપનો સાથ આપ્યો છે. જંગી સમર્થન આપ્યા બાદ પણ સમાજના લોકોના પ્રશ્નો ઉકેલવામાં રાજકીય પક્ષો સદંતર નિષ્ફળ નિવડયા છે. રાજકીય પાર્ટીઓ તેની ઉપેક્ષા કરે છે, તેમને ન્યાય મળતો નથી, તેમના પ્રશ્નો ઉકેલાતા નથી આથી હવે સમાજમાં પોતાના જ સમાજનો એક વ્યકિત રાજકારણમાં હોય તો જ્ઞાતિ ઉત્કર્ષ અને તેના પ્રશ્નો અને મનોવેદનાને સમજે અને ઉકેલ પણ લાવી શકાય. આથી રાજકારણમાં વિશ્વકર્મા સમાજનો પ્રભાવ અને દબદબો રહે તે સમાજ માટે જરૂરી છે.

રાજકોટની ત્રણ બેઠક ઉપર વિશ્ર્વકર્મા સમાજની પેટા જ્ઞાતિઓનો દબદબો રહ્યો છે. આ બેઠકો એટલે કે રાજકોટ ૬૮, રાજકોટ ૭૦ અને ૭૧ ઉપર પ્રભુત્વ રહ્યું છે.

Story And Photo By Abtaknews