ડીસા રુરલ પોલીસ સ્ટેશનના યાવરપુરા ગામે થી વિદેશી દારૂ ઝડપી પાડી નેટવર્કનું પર્દાફાશ કરતી ડીસા રૂરલ પોલીસ.

સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ દારૂબંધીના કડક અમલીકરણ કરી ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી, વિક્રય તથા સેવન અટકાવવા સારૂ વધુમાં વધુ દારૂના કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડૉ. કુશલ ઓઝા નાઓના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.પટણી નાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

આજ રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો.મધુસુદનસિંહ અનોપસિંહ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત મળેલ કે ડીાસ તાલુકાના યાવરપુરા ગામના નરસિહજી ઉર્ફે નરેશભાઇ કપુરજી જાટ, રહે.યાવરપુરા, તા.ડીસા વાળાઓ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેુલ રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા આરોપીને ગેરકાયદેસરની ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ- ૧૦૫ જેની કિ.રૂ. ૨૯,૪૨૦ /- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૫૦૦૦/- તએમ મળી કુલ કિ.રૂા. ૩૪,૪૨૦ /- ના મુદામાલ સાથે પકડી પાડી વિદેશી દારૂ વેચાણનો પાર્દાફાશ કરી આરોપી નરસિહજી ઉર્ફે નરેશભાઇ કપુરજી જાટ,રહે.યાવરપુરા,તા. ડીસા વાળાસામે કાર્યવાહી હાથ ધરી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે.

 ઉપરોક્ત કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.પટણી સાહેબના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ, વિજયસિંહ સોમસિંહ, તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઇ કાશીરામભાઇ, તથા મધુસુદનસિંહ અનોપસિંહ વિગેરેનાઓ તમામે સાથે મળી ત્વરીત કાર્યવાહી કરી વિદેશી દારૂના વેચાણના ષડયંત્રનો પર્દાફાશ કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.