આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના ચોટીલાની મુલાકાત કરી હતી.અહીં આપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.ચોટીલા આવેલા ઈસુદાન ગઢવી આપ છોડીને કોંગ્રેસમાં ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિશે બોલ્યા કે, ગુજરાતનું હિત જેના હૈયે હશે તેજ પાર્ટીમાં ટકશે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઈસુદાન ગઢવીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં ચોટીલાની ઉડતી મુલાકાતે આવેલા ઈસુદાન ગઢવીએ હાજર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતુ. વધુમાં ચોટીલા આવેલા ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિશે બોલ્યા હતા કે, ગુજરાતનુ હિત જેના હૈયે હશે તેજ પાર્ટીમાં ટકશે. વધુમાં જણાવ્યું હતું કે, હું નહીં પણ સમગ્ર ગુજરાતની સાડા 6 કરોડની પ્રજા શપથ લેવાની છે અને તેજ મુખ્યમંત્રી હશે. અને બધા જ ગુજરાતના હિત માટે જ કામ કરીશુ.ચોટીલાની ટૂંકી મુલાકાત બાદ ઇસુદાન ગઢવીનો કાફલો આગળ પ્રવાશે રવાના થયો હતો.જો કે, ઈસુદાન ગઢવીની ચોટીલાની મુલાકાતથી કાર્યકરોમાં ઉત્સાહમા વધારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે ચોટીલા વિધાનસભા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઇ કરપડાએ પણ કાર્યકરોનો ઉત્સાહ જોઇને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવીની હાજરીમાં ત્રિપાંખીયા જંગમાં પોતાની જીતનો દાવો કર્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઈસુદાન ગઢવીનું કાર્યકરો દ્વારા ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.