ભારત ભર મા પ્રથમ વાર એક એવી વેબ પોર્ટલ શ્રી આઈ. પી.મહેશ્વરી સાહેબ, રીટાયાર્ડ ઇન્કમટેક્સ એડિસનલ કમિશ્નર, બનાવવી છે કે જેમાં ભારત ભર ની ગૌ શાળા નું સંકલન, માહિતી, અપડેટ અને ગૌ શાળા ની આર્થિક પરિસ્થિતિ જાણી અને તેમને કેવી રીતે મદદ રૂપ થવું તેનું વિચાર કરી અને helpgaushala.com નામની વેબ પોર્ટલ કરી અને જરૂરિયાત વાળી ગૌશાળા ને મદદ રૂપ થવું તેવા ઉદેશ થી તારીખ ૬.૧૧.૨૦૨૨ રોજ પાલનપુર ખાતે વિજય હનુમાન સન્યાસ આશ્રમ , મહેશ્વરી એલડર ક્લબ અને ભીલડી મહેશ્વરી ભવન ખાતે મીટિંગ કરી અને ગૌ સેવકો ને માહિતી આપેલ કે રોજ નું એક રૂપિયા પ્રમાણે એક વર્ષ ના 365 રૂપિયા ભરી અને દેશ ભર માંથી 50000 જેટલા સભ્યો બનાવવા નું લક્ષ્ય છે. સાથે સાથે ગૌ શાળા ની માહિતી પણ સાઈટ ઉપર જોઈ શકાશે. આ પ્રસંગે શ્રી કિરીટભાઇ, ઠાકોર દાસ ખત્રી ,શ્રી થીરપાલ દાસ,ડો. સુરેશ દેસાઈ શ્રી રાહુલ જૈન હાજર રહી અને વેબ પોર્ટલ ને સફળ બનાવવા મહેનત કરવા ખાત્રી આપેલ.