વિસનગર શહેરમાં પોલીસે બાતમીના આધારે ઠાકોરવાસમાં ચુડેલ માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 ઇસમોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી પોલીસે જુગાર સાહિત્ય સહિત મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફ પોલીસ સ્ટેશનમાં હાજર હતા, તે દરમિયાન ખાનગી સુત્રો દ્વારા બાતમી મળી હતી કે, વિસનગર ભક્તોના ઠાકોરવાસમાં ચુડેલ માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ જુગાર રમે છે. જે આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા 5 ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ચૌહાણ ગુલજારભાઈ મુગલભાઈ, દેવીપુજક દશરથભાઈ નરોત્તમભાઈ, ચૌહાણ આશિફભાઈ ઇદ્રીશભાઈ, ઠાકોર પ્રતાપજી તેજાજી તેમજ ઠાકોર ભીખાજી સેંધાજીને ઝડપી લઈ તમામ પાસેથી જુગાર સાહિત્ય સહિત મુદ્દામાલ કબજે લઇ તમામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.