હિંમતનગર ના હાજીપુરા વિસ્તારમાં રહેતો ગરીબ પરિવાર નો છોકરો શોએબ સાબીરભાઈ મીર બચપન થી ક્રિકેટ રમવાનો ખુબ શોખીન હતો, જેનો શોખ પૂરો કરવાં તેના પિતા કે જે સામાન્ય મજૂરી કરી પેટ્યું રળી લે છે, તેમને કોરોના કાલમાં પોતાના છોકરા તેમજ શેરીના છોકરાઓ ને લઇ જઈ ખુબજ હિટ મારવાની પ્રેક્ટિસ કરાવડાવી હતી, દંગલ ફિલ્મ ની માફક એક પિતાની પોતાના બાળક પાછળ કંઈક કરી ગુજરવાની લગન રંગ લાવી અને અમદાવાદ ખાતે રમાનાર ગુજરાત અંડર 19 ની આઠ ટીમો પેકી તેની આતસબાજી વાળી બેટિંગ થી તેનું સિલેકશન થઇ ગયું એટલુંજ નહીં તેને નેશનલ ક્રિકેટ લીગ નો કેપટન પણ બનાવાયો, અમદાવાદ સ્ટેડિયમ માં રામયેલ ટ્વેન્ટી મેચમાં વિરોધી ટીમના 134 સ્કોર સામે ફક્ત 40 બોલમાં 10 બાઉન્ટ્રી અને 9 છગ્ગા ફટકારી 102 રને નોટ આઉટ રહી મેચ પુરી કરી દીધી હતી, NCL ક્રિકેટ એકેડમી ની ઓફિશ્યિલી આ પેહલી સેન્ચુરી હતી, અન્ય એક NCL ની મેચમાં 67 રન 36 બોલમાં ફાટકાર્યા હતા જેમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા હતા આમ સળંગ 200 ઉપરની સરેરાશ થી રમતો આ ખેલાડી ને પ્રોપર ગાઈડ લાઈન મળે તો તે ખુબ આગળ વધી શકે તેટલું ટેલેન્ટ તેનામાં દેખાઈ આવે છે, સા. કા. ક્રિકેટ એકેડમી ના કોચ મિતજોશી અને ઇકબાલ લુહાર ની નિગરાની માં હાલ શોએબ પર્ફોર્મન્સ બતાવી રહ્યો છે, આવી ઘણી મેચ તેને શરૂઆત થી છગ્ગા ફટકારી જીતાડી છે, એટલુંજ નહીં સાબરકાંઠા એકેડમી માંથી પણ વિવિધ સ્થળો એ મેચો જીતાડી એસ.કે. એકેડમી નું નામ રોશન કરેલ છે,
હાલ તે NCL નો કેપ્ટન બની બાઈ પ્લેન અંડર 19 રમવા દિલ્હી ગયેલ છે, જ્યાં અન્ય રાજ્યની બધી ટીમો નોકઆઉટ મેચો રમશે જે આગળ વધવાનું એક જોરદાર પ્લેટફોર્મ હોવાથી આ ખેલાડી ને આગળ વધવાના ચાંસીસ દેખાઈ રહ્યા છે, દિલ્હીમાં નોઇડા ખાતે શરૂ થતી આજની રાજસ્થાન સામેની મેચ ઉપર BCCI ના સભ્યો ની પણ નઝર રહેશે. NCL ની ઓફિશ્યિલ મેચો 7/11/22 થી નીચેની લીંક ઘ્વારા લાઈવ જોઈ શકાશે
https://youtu.be/07nc6PR1Y5c
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.