કડી પોલીસે ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ઈસમ ઉપર તરાપ મારીને ઝડપી પાડ્યો હતો. દુકાનની આડમાં પાકિસ્તાન બાંગ્લાદેશની મેચનો મોબાઇલ એપ્લિકેશનમાં ક્રિકેટ સટ્ટો રમાડતા ઈસમને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
છેલ્લા ઘણા દિવસથી કડી શહેરમાં મોબાઈલ એપ્લિકેશન ઓનલાઈન પર કેટલાક ભેજાબાજો ક્રિકેટ મેચના સટ્ટા રમાડતા હતા. તેમજ રમતા ખૂણે ખાંચરે દેખાતા નજરે પડી રહ્યાં છે. ત્યારે કડી પોલીસે કડીના ડાયમંડ પ્લાઝામાં એક દુકાનની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ T20 ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઈસમોને પોલીસે સ્થળ ઉપરથી ઝડપીને ₹.20,300 મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી પોલીસને બાતમી મળી હતી કે, કડી હાઈવે ચાર રસ્તા પાસે આવેલા ડાયમંડ પ્લાઝામાં પેપ્સી સ્ટોપ દુકાનની આડમાં એક ઈસમ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. જેની બાતમીના આધારે પોલીસે કોર્નર કરીને સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરતા ભાગી રહેલા સરફરાઝને ચબુતરા ચોક કડી પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સરફરાજ ઘાંચીની તલાસી લેતા તેના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઇલની અંદર રાધે એક્સચેન્જ નામની એપ્લિકેશન ખુલેલી જોવા મળી હતી અને યુઝર નેમ SAF 44 નું આઈડી ખૂલેલું જોવા મળ્યું હતું. તેમજ પોલીસને પાકિસ્તાન બાંગ્લાદેશ ટી 20 મેચનો ક્રિકેટ સટ્ટો રમાડતો હોય તેવું માલુમ પડતા પોલીસે સ્થળ ઉપરથી જ સરફરાઝ ઘાંચીની ધરપકડ કરી હતી અને રોકડ રકમ તેમજ ₹.20,300ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરીને કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ સ્થળ પરથી રેહમાન ફરાર થઈ જતા ઇસમો વિરુધ્ધ કડી પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.