આદિપુરમાં સ્વામી લીલાશાહ પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો

   આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ કૂટિયા ખાતે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો

    આદિપુરમાં સ્વામી લીલાશાહ પુણ્યતિથિ મહોત્સવની સમૂહ લગ્નોત્સવ સાથે ધામધૂમથી પૂર્ણાહુતિ કરવામાં આવી

    સિંધી સમાજ માટે વર્ષોથી સ્વામી લીલાશાહ મહારાજની પણ્યતિથિ મહોત્સવનું ભારે મહત્વ રહેલું છે. દેશ-વિદેશથી ભક્તજનો અહીં આ દિવસો દરમિયાન આવતા હોય છે અહી કોરોનાના બે વર્ષ બાદ ધામધૂમથી આ 49મા પુણ્યતિથિ મહોત્સવનું આયોજન થયું હોવાથી એકથી સવા લાખ જેટલા ભાવિકો 3 દિવસ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર જનતા માટે બે ટાઈમ જમવાનું ચાય, કોફી નાસ્તો સમગ્ર વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવે છે.

      સામૂહિક જનોઈ કાર્યક્રમમાં 40 હજાર જેટલા ભાવિકો જોડાયા હતા, જેમાં ૧૬૫ બટુકોએ જનોઈ ધારણ કરી તેવું જણાવવામાં આવ્યું હતું. અંતિમ દિવસે સમૂહ લગ્નમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા જે દરમિયાન માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું, આ ઉપરાંત દાતાઓ તરફથી કન્યાઓને સોના ચાંદીની વસ્તુઓ તથા ઘરવખરી સહિત કુલ દોઢ લાખનો કરિયાવર આપવામાં આવ્યો હતો.

       આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજાણી પરિવાર,દેવીદાસ માસ્તર સાહેબ, ભોજરાજ અનદાણી, નગરપાલિકા કાઉન્સિલર ઉષા મીઠવાણી,. નંદુ મીઠવાણી,રમેશ નાથાણી ,જીતુભાઈ ,નવલભાઇ ભાનુશાલી, કમલેશ મૈદાસાણી, લલિત ભાઈ ,જયકિશનભાઇ, નારીભાઈ, લછુભાઈ, પઉમલ બાબલાની , નરેન્દ્ર ખેમલાણી, ભરત કેસવાની વગેરેએ જહેમત ઉઠાવી હતી

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ *