મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના એક ગામમાં રહેતી મહિલા પોતાના ખેતરમાં ઢોર બાંધીને ઘરે આવતી હતી. એ દરમિયાન તેના કુટુંબી જેઠે અગાઉ કોઈ કરેલા ખોટા કેસને લઇ મહિલાની આબરૂ લેવાની કોશિશ કરી હતી અને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે સતલાસણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સતલાસણા તાલુકાના એક ગામમાં રહેતી મહિલા 2 ઓક્ટોબરના સવારે ખેતરમાં ઢોર બાંધીને ઘરે આવતી હતી. એ દરમિયાન ગામથી નેડિયા નજીકમાં તેનો કુટુંબી જેઠ આવી મહિલાને કહેવા લાગ્યો કે "તારા પતિએ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ આપી છે" એમ કહી " તને તો આજ બદનામ કરી નાખવી છે " એમ કહી આબરૂ લેવાના ઇરાદે મહિલાનો હાથ પકડી ગાળો બોલી માર માર્યો હતો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

જોકે આરોપી કુટુંબી જેઠ થતા હોવાથી મહિલા અને જેઠ વચ્ચે સમાધાનની વાતો ચાલી રહી હતી. જ્યાં સમાધાનનો મેડ ન પડતા આખરે કુટુંબી જેઠ વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.