વડગામ તાલુકાના આઝાદી પછી અહીં અનેક ધારાસભ્યો ચૂંટાયા જેમાં સૌથી વધુ અહીં કોગ્રેસે રાજ કર્યું છે. ભાજપના 27 વર્ષના શાસનમાં અહી રાજકીય ગણિત સાથે અહીંના મતદારો કોગ્રેસ માં વધુ માને છે એક વખત અહીં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી ચૂંટાયા એ પણ 2017 ની વિધાન સભાની ચૂંટણી માં કોગ્રેસ ના એક પણ ઉમેદવાર ને કોગ્રેસ પક્ષે ટિકિટ આપી ન હતી જેના કોગ્રેસ ના મતો થી અપક્ષ ઉમેદવાર ને મળતા દલિત નેતા ચૂંટાયા.. ત્યારે વડગામ વિધાન સભા નો ઈતિહાસ જાણવા જઈએ તો આઝાદી પછી કોગ્રેસ સતત ચૂંટાઇ અહીંના કોગ્રેસ ના ધારા સભ્ય દોલતભાઈ પરમાર મંત્રી બન્યા. ત્યાર પછી ભાજપ પક્ષ માં થી સૌ પ્રથમ રામજી ભાઇ પરમાર ભાજપ પક્ષ માં ચૂંટાયા પણ ભાજપ માં બળવો કરી શંકરસિંહ વાઘેલા એ રાજપા પક્ષ બનાવ્યો ટુંક સમયમાં રામજીભાઇ પરમાર રાજપા માં જોડાયા.. ત્યારબાદ કોગ્રેસ પક્ષ ના દોલત ભાઈ અકબંધ સત્તામાં રહ્યા, અહીં જાતિ આધારે ચૌધરી, મુસ્લીમ, દલિત, રાજપુત, ઠાકોર આદીવાસી સહિત ઓબીસી મતદારો નો ભારે દબદબો જોવા મળે છે. ત્યારે વડગામ વિધાન સભા માં મુસ્લીમ અને દલિત મતદારો નો ભારે દબદબો હોય અહીં બનાસકાંઠા જિલ્લામાં ઍક માત્ર દલિત વિધાનસભા બેઠક હોવાથી દલિત, મુસ્લીમ મતદારો કોગ્રેસ પક્ષ સાથે વધુ જુકાવ જૉવા મળે છે.. ભૌગોલિક પરિસ્થિતિ જોઇએ તો અહીં ખેતી, પશુપાલન વ્યવસાય સાથે લોકો જોડાયેલા છે, ઉધોગ ધંધા કે અહી એક માત્ર બનાસ ડેરી આવેલી છે.. જ્યાં આજના શિક્ષિત યુવાઓ સામે રોજગારી ની ઉપલબ્ધિ ઓછી હોય લોકો ધંધા અર્થ માત્ર ડેરી ઉદ્યોગ ને લઈને પશુપાલન પર નિર્ભર રહેવું પડે છે.. ત્યારે અહીં મુક્તેશ્વર,આવેલો છે જ્યાં ગયા વર્ષે નહિવત્ વરસાદ ને લઈને ડેમ માં પાણી બિલકુલ સૂકાય ગયું હતુ. અપક્ષ ધારાસભ્ય પછી કોગ્રેસ માં જોડાઇ અહીંના આંદોલનકારી ધારા સભ્ય જીગ્નેશ મેવાણી વડગામના મોકેશ્વર જળાશય, કરમાવદ તળાવમાં પાણી નાખવાં ખેડૂતો સાથે આંદોલન કર્યા.. વડગામના ખેડૂતો ની વાતું ધ્ રજૂઆત ને ધ્યાને લઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ થરાદ ખાતે કરમાવદ તળાવમાં પાણી નાખવાં જાહેરાત કરાઈ. તો વડગામ વિધાન સભા સીટ આમતો અનુસૂચિત જાતિ માટે અનામત છે હવે જોવાનું રહ્યું જનતા ભાજપ કોંગ્રેસ આપ પાર્ટીના કાર્યકરો વોટ માટે ઘરે ઘરે કયા મુદ્દા લઈને જશે લોકો આ વખતે કયા પક્ષ તરફ જુકાવ રહેશે એ તો મતદારો ના મિજાજ થી ખ્યાલ આવશે.. ચૂંટણી જંગ ની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.. કોણ આવશે, કોનું પરિવર્તન થશે એતો મતદારો આ વખતે સ્પષ્ટ કહી શકતા નથી