પરવાનગી વગર જાહેર તથા ખાનગી મિલ્કતોના ઉપયોગ પર પ્રતિબંધ
આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.
કોઇ સરકારી જગ્યા કે તેના પરની કોઈપણ મિલ્કત-મકાન પર પોટર્સ પેપર્સ ચોટાડી શકાશે નહીં કે કટઆઉટ, હોડીંગ્સ, બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહી. પરંતુ જો કોઈ અન્ય જાહેર સ્થળે સ્થાનિક કાયદો સુત્રો લખવા, પોરટર્સ લગાડવા કે કટઆઉટ, હોર્ડિંગ્સ બેનર્સ વગેરે ચુકવણીના ઘોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની પરવાનગી આપતો હોય તો તે કાયદાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આવા કિસ્સામાં તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે સમાન તક મળી રહે તે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ સંબંધિત મ્યુનિસિપલ ઓથોરીટી મારફતે (જો હોય તો) સુનિશ્ચિત કરવાનું રહેશે.
કોઈપણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ અથવા તેઓના કાર્યકરો કે સમર્થકો દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં આવેલ જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ઘા૨ણ ક૨ના૨ અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસ ચોંટાડવા, સૂત્રો/નિશાનીઓ લખવા વગેરે પ્રકા૨નું કોઈપણ ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને નુકશાન, હાની કે બગાડ કરવો નહી કે ક૨વા દેવો નહી. સ્થાનિક કાયદાઓ પણ જો ખાનગી માલિકીની જગ્યામાં દિવાલો પર લખાણ ક૨વાની અને પોસ્ટરો ચોટાડવાની, પાટીયા વગેરેની પરવાનગી ના આપતા હોય તો માલિકની પરવાનગીથી પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહી.
૪. કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંતો, વ્યક્તો, કાર્યકરો, ટેકેદારો દ્વારા ખાનગી મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિત સ્વચ્છિક પૂર્વ પરવાનગી મેળવી અલ્પકાલિન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સામગ્રી પૈકી, ધ્વજ, ઝંડો અને બેનર્સ મુકી શકશે. કટ આઉટ અને હોર્ડીંગ્ઝ ખાનગી મિલ્કત પર પ્રદશ્ચિંત કરી શકાશે નહી. આ સંબંધ મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારા પાસેથી લેખિતમાં મેળવેલ સ્વૈચ્છિક પૂર્વ પરવાનગીની ફોટો કોપી ત્રણ દિવસની અંદર ચૂંટણી અધિકારીને રજુ કરવાની રહેશે.
એક રાજકીય પક્ષના કાર્યકરો કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરશે નહીં તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહી. આ અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોડીંગ્ઝ આઉટ વગેરે મુકેલ હોય તદનુસાર પાર્ટી ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનું રહેશે.
જાહેર મકાન એ શબ્દ પ્રયોગ બાબતમાં જણાવવામાં આવે છે કે, આ શબ્દ પ્રયોગમાં મિલ્કત, ધોરીમાર્ગ અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા, તેના ઉપર જાહેર જનતાના માર્ગદર્શન માટે અથવા માર્ગ દિશા બતાવવા માટે મુકેલ સાઇનબોર્ડ, માઇલસ્ટોન, રેલવે ફાટક તથા તેના ચેતવણીરૂપ નોટીસ બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલના કોઈપણ પ્રકારના બોર્ડ કે જાહેર જનતાના સગવડ માટે પ્રદર્શિત કરેલ અન્ય કોઈપણ પ્રકારના બોર્ડનો સમાવેશ થશે. પરંતુ એટલા પુરતો મર્યાદિત રહેશે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેવું દિલીપ રાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફરમાવાયું છે.