ઉલટફેર : નેધરલેન્ડે કર્યો મોટો અપસેટ, દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે એડિલેડ ઓવલમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડની ટીમે જોરદાર અપસેટ સર્જ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમે નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. આ સાથે જ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટના નુકસાને 145 રન બનાવીને રોકાઈ ગઈ હતી. આ રીતે નેધરલેન્ડની ટીમે છેલ્લી મેચમાં 13 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

રવિવારે (6 નવેમ્બર) નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેઓ ગ્રુપ-2માંથી છેલ્લી-4માં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટીમ ઈન્ડિયાના ચાર મેચમાં છ પોઈન્ટ છે.

T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રને હરાવ્યું હવે સેમીફાઈનલમાં ભારત સાથે પાકિસ્તાન કે બાંગ્લાદેશ ટકરાશે.

અશક્ય શક્ય બન્યું.

ભારત સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે.

જો પાકિસ્તાન જીતશે તો સેમી ફાઇનલમાં પહોંચી જશે.

જો બાંગ્લાદેશ જીતશે તો સેમી ફાઇનલમાં પહોંચી જશે.

જો વરસાદના કારણે મેચ પૂર્ણ નહીં થાય તો પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી જશે.

પાકિસ્તાન માટે અહીં સૌથી મોટી આશ્ચર્યજનક ઘટના બની છે.

જેના માટે સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા માત્ર 10% હતી.

અહેવાલ : વારિસ સૈયદ : હિંમતનગર.