મૂળી તેમજ જિલ્લામાં વારંવાર તડીપાર ધારાનો ભંગ કરી જિલ્લામાં પ્રવેશવા પર એક આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવા સૂચના આપી છે ત્યારે એસઓજીના પીઆઈ, પીએસઆઇ, જગદીશભાઈ સભાડ, સહિતની ટીમ મૂળી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે દાણાવાડા ગામના ગંભુભાઈ બાલાભાઈ મુંજપરા તડીપાર હોવા છતાં પોતાના ઘરે સુતા છે જેથી તપાસ આરંભી શખ્સ ને ઘરેથી ઝડપી પાડી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ સુરેન્દ્રનગર
 
  
  
  
   
   
   
  