દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં એક ફાઈનાન્સ કંપનીના ક્રેડીટ મેનેજર અને ફીલ્ડ ઓફિસરે એકબીજાના મેળાપીપળામાં ગ્રાહકોના લોનના કુલ રૂા. ૨,૪૦,૭૫૮ ગ્રાહકોની જાણ બહાર બારોબાર ઉપાડી લઈ ગ્રાહકો સાથે તેમજ ફાઈનાન્સ કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ કૌંભાંડને અંજામ આપી ક્રેડીટ મેનેજર અને ફિલ્ડ ઓફિસર બંન્ને જણા ભુગર્ભમાં ઉતરી ગયાં હતા. અને પોલીસે તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. વલુન્ડા ગામે આવેલ ભારત ફાઈનાન્સ ઈન્ક્યુલીઝન લીમીટેડ બ્રાંન્ચમાં ક્રેડીટ મેનેજર તરીકે ફરજ બજાવતાં યોગેશભાઈ ભવાનભાઈ ઠાકોર (રહે. કોટવાલના મુવાડા, ભરોડી, તા. વીરપુર, જિ.મહીસાગર) અને ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતાં સંજયકુમાર ઉદેસીંગભાઈ ચાવડા (રહે. રાબડીયા, તા.લુણાવાડા, જિ. મહીસાગર) નાઓએ એકબીજાના મેળાપીપળામાં આગોતરૂં કાવતરૂં રચી પોતાના પદનો દુરૂઉપયોગ કરી અલગ અલગ તારીખોમાં ગ્રાહકોના અંગુઠા મુકાવી,U સહીઓ કરાવી લોનના પૈસા જમા થયેલ નથી, જમા થયેથી લોનના પૈસા મળી જશે, નેટ ચાલુ નથી, જમા થયેથી પૈસા મળી જશે, તેવો ગ્રાહકોને વિશ્વાસ અપાવી, ગ્રાહકોના અલગ અલગ ખાતાઓમાં જમા થયેલ લોનના કુલ રૂા. ૨,૪૦,૭૫૮ ની રોકડની ગ્રાહકોની જાણ બહાર બારોબારી ઉપાડી લઈ ગ્રાહકો અને ફાઈનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી હતી. આ સંબંધે દાહોદ શહેરના સહકાર નગર ખાતે રહેતાં પ્રતિકભાઈ નારણભાઈ તંવર દ્વારા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. જે અનુસંધાને ફતેપુરા પોલીસે ઝીણવટ ભરી અને તલસ્પરસી તપાસ હાથ ધરતા વલુન્ડા ગામે આવેલ ભારત ફાઈનાન્સ ઈન્ક્યુલીઝન લીમીટેડ બ્રાંન્ચમાં ક્રેડીટ મેનેજર તરીકે ફરજ બજાવતાં યોગેશભાઈ ભવાનભાઈ ઠાકોર (રહે. કોટવાલના મુવાડા, ભરોડી, તા. વીરપુર, જિ.મહીસાગર) નાઓને તેના રહેણાંક મકાન માંથી ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બાકી રહેલા આરોપીને ઝડપી પાડવા માટે ના ચક્રોગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हा रेशीम कार्यालयातील शेतकऱ्याची आर्थिक व मानसिक पिळवणुक
जिल्हाधिकारी यांना निवेदन-
शेख युनूस
बीड (प्रतिनिधी) जिल्हा रेशीम कार्यालयात शेतकऱ्याची आर्थिक लूट होत असताना सुद्धा अधिकारी बघायचीच...
Full Bulletin | 22.08.2022 | Raftaar Marathi Media
Full Bulletin | 22.08.2022 | Raftaar Marathi Media
'ऐसा कभी नहीं होता, जैसा लोकसभा में हुआ', खरगे ने राज्यसभा में उठाया अधीर रंजन के निलंबन का मुद्दा
नई दिल्ली, Parliament Monsoon Session Live संसद के मानसून सत्र के अंतिम दिन की शुरुआत...